Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : IDEO: Old bitterness forgotten! Morari Bapu reaches Pabubha Manek's gate, dispute resolved by offering statue of Gaumata

VIDEO: જૂની કડવાશ ભુલાઈ! મોરારિ બાપુ પહોંચ્યા પબુભા માણેકના દ્વારે, ગૌમાતાની પ્રતિમા અર્પણ કરી વિવાદ ઉકેલાયો

Timeછેલ્લું અપડેટ : 06 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

VIDEO: ગુજરાતના ધાર્મિક અને રાજકીય જગતમાં ચર્ચાસ્પદ બનેલા મોરારિ બાપુ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક વચ્ચેના વિવાદ પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. આજે રામકથાકાર મોરારિ બાપુ પોતે પબુભા માણેકના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં બંને મહાનુભાવો વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ હતી.

App Store

સંતોની હાજરીમાં મિલન
વર્ષો પહેલા એક નિવેદનને લઈને સર્જાયેલો વિવાદ સમગ્ર ગુજરાતમાં ગુંજ્યો હતો. જોકે, આજે દ્વારકામાં પબુભા માણેકના નિવાસસ્થાને સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આ વિવાદનો સુખદ ઉકેલ આવ્યો છે. પબુભા માણેકે મોરારિ બાપુનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને તેમને આદરપૂર્વક ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી હતી.

ભક્તોમાં ખુશીની લહેર
આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા અને ધર્મપ્રેમી જનતામાં ખુશી જોવા મળી રહી છે. વિવાદોને ભૂલીને સંત અને લોકપ્રતિનિધિનું આ મિલન સામાજિક એકતાનો સંદેશ આપે છે. સંતોની હાજરીમાં થયેલી આ મુલાકાતે તમામ જૂની કડવાશ પર પૂર્ણવિરામ મૂકી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.