Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Khaki bully in Rajkot! Attempt to run over advocate with car? Traffic police towing controversy VIDEO VIRAL

રાજકોટમાં ખાખીની દાદાગીરી! એડવોકેટ પર કાર ચડાવવાનો પ્રયાસ? ટ્રાફિક પોલીસના ટોઈંગ વિવાદનો VIDEO VIRAL

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રંગીલા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક પોલીસની ટોઈંગ કામગીરી વિવાદના વમળમાં ફસાઈ છે. પાર્કિંગમાં રાખેલા વાહનો ઉપાડવા અને લોકો સાથે થતી ગેરવર્તણૂકના અનેક કિસ્સાઓ વચ્ચે વધુ એક હચમચાવી દેતો વીડિયો સામે આવ્યો છે. આ વખતે એક એડવોકેટે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો છે.

App Store

શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, રાજકોટના એક વિસ્તારમાં પાર્કિંગમાં પડેલા ટુ-વ્હીલરને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરવામાં આવ્યું હતું. આ સમયે ત્યાં હાજર એડવોકેટે વાહન કેમ ઉપાડવામાં આવ્યું તેની રજૂઆત કરી હતી. એડવોકેટનો આક્ષેપ છે કે જ્યારે તેઓ નિયમ મુજબ રજૂઆત કરવા પોલીસ પાસે ગયા, ત્યારે ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ દાદાગીરી કરી હતી.

કાર માથે ચડાવવાનો પ્રયાસ!
એડવોકેટે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, રજૂઆત કરવા છતાં પોલીસ કર્મીઓ માન્યા ન હતા અને ઉલ્ટાનું ટોઈંગ વાહન (કાર) તેમની માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વકીલ મંડળમાં રોષ
ટ્રાફિક પોલીસની આ પ્રકારની કામગીરી અને વર્તનને લઈને કાયદાના રક્ષકો એટલે કે એડવોકેટ્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસની દાદાગીરી સામે કડક કાર્યવાહીની માંગણી સાથે એડવોકેટે લેખિત રજૂઆત કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી ટોઈંગ એજન્સી અને ટ્રાફિક પોલીસ વચ્ચેના સંકલનનો અભાવ અને સામાન્ય જનતાને થતી હેરાનગતિના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે આ નવો વીડિયો તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે.