Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Police has prepared an action plan to stop drug trafficking in Surendranagar district

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. નશીલા પદાર્થોની હેરાફેરી વધતા જિલ્લા પોલીસે સ્પેશિયલ ટીમો બનાવી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા 7 દિવસમાં અલગ અલગ બે સ્થળેથી ગાંજાનું વેચાણ અને સપ્લાય ઝડપી પાડવામાં આવ્યા છે. લખતરમાંથી 12 કિલો સૂકા ગાંજા સાથે જેરામ ગડથરાની ધરપકડ કરવામાં આવી છે. ધ્રાંગધ્રામાંથી પણ 2 કિલો ગાંજા સાથે હુસેન પટેલને ઝડપી લેવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં ગાંજાના વેચાણ અને સપ્લાય પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ નશીલા પદાર્થનું વેચાણ બંધ કરવા સ્પષ્ટ આદેશ આપ્યા છે. નેટવર્ક ઝડપાશે તો મિલકત તોડવાની પણ કાર્યવાહી થશે.

App Store