Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar Municipality's scandal: Cleaning and Anganwadi workers used to gather a crowd

VIDEO : સુરેન્દ્રનગર પાલિકાનો છબરડોઃ મંત્રી દર્શના વાઘેલાના કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સફાઈ-આંગણવાડી વર્કરોનો ઉપયોગ

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કાર્યક્રમમાં મોટો છબરડો અને વિવાદ સામે આવ્યો છે.  પાલિકા દ્વારા યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં સ્થાનિક લોકો ગેરહાજર રહેતા, મંત્રી દર્શના વાઘેલાને સારું લગાડવા માટે ખાલી ખુરશીઓ ભરવા સફાઈ કર્મચારીઓ અને આંગણવાડી વર્કરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહીં, પાલિકાની ટીમે મોટો છબરડો કરતા બે મહિના પહેલા બદલી પામેલા ભરૂચ કલેક્ટરને સુરેન્દ્રનગરના કમિશ્નર તરીકે દર્શાવી પ્રાધાન્ય આપ્યું હતું. જ્યારે નવા આવેલા IAS અધિકારી અને કમિશ્નર જે.કે. જાદવની સરેઆમ અવગણના કરવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:gstvgstv newssurendranagar