VIDEO : સુરેન્દ્રનગરમાં સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને SMC ત્રાટકી! નાની મોલડી હાઇવે પરથી 45.98 લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ હાઇવે પર નાની મોલડી નજીક સ્ટેટ મોનીટરિંગ સેલે કેમિકલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન પવનપુત્ર રાજસ્થાની હોટલમાં કેમિકલ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાઇવે પરથી પસાર થતા કેમિકલ ટેન્કરમાંથી કેમિકલ કાઢી કરોડો રૂપિયાની ચોરી કરવામાં આવતી હતી. સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપો વચ્ચે SMCએ દરોડા પાડી 8,330 લીટર કિંમતી કેમિકલ જપ્ત કર્યું છે. કુલ 45.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ કેસમાં ચુનીલાલ ગામેતી અને આશિષ યાદવની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભુપત પટગીર આ સમગ્ર નેટવર્ક ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

