VIDEO: કરોડોની ગ્રાન્ટ છતાં સુરેન્દ્રનગર સિવિલમાં સુવિધાઓનો અભાવ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવે દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલની લેબોરેટરીમાં થાઈરોઈડ, વિટામિન B12 અને D3 જેવા મહત્વના રિપોર્ટ ન થતા દર્દીઓએ ખાનગી લેબોરેટરીઓમાં મોંઘા ભાવે રિપોર્ટ કરાવવા મજબૂર બનવું પડે છે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં ગરીબ દર્દીઓને પૂરતી સુવિધા મળતી નથી. આ ગંભીર બેદરકારી અંગે સિવિલ સર્જન અને સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ તમામ જરૂરી ટેસ્ટ સિવિલ હોસ્પિટલમાં જ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

