Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Nature's fury on Limdi Highway: 2 pedestrians seriously injured as service camp pavilion collapses

Surendranagar news: લીમડી હાઈવે પર ભારે પવનનો પ્રકોપ: સેવા કેમ્પનો મંડપ ધરાશાયી થતા 2 પદયાત્રીઓ ગંભીર ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: લીમડી હાઈવે પર ભારે પવનનો પ્રકોપ: સેવા કેમ્પનો મંડપ ધરાશાયી થતા 2 પદયાત્રીઓ ગંભીર ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV

Surendranagar news: સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાલમાં ચૈત્ર માસ નજીક હોવાથી અમદાવાદ અને વડોદરા તરફથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા છે. આ પદયાત્રીઓની સેવા માટે લીમડી નેશનલ હાઈવે પર છાલિયા તળાવ પાસે સેવાભાવી લોકો દ્વારા વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અચાનક ફૂંકાયેલા ભારે પવનને કારણે આ કેમ્પનો મંડપ તૂટી પડ્યો હતો, જેમાં બે યાત્રિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
 
શું છે આખો મામલો?
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈ-વે પર પદયાત્રીઓ માટે રહેવા, જમવા અને મેડિકલની ઉત્તમ સુવિધા ઉભી કરવામાં આવી હતી. યાત્રિકો થાક ઉતારવા માટે કેમ્પમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે જ સાંજના સમયે પવનની ગતિ એકાએક વધી ગઈ હતી. પવન એટલો પ્રચંડ હતો કે મંડપનું માળખું તેને સહન કરી શક્યું નહીં અને જોતજોતામાં મંડપ તૂટી પડ્યો હતો.

App Store

બચાવ કામગીરી અને સારવાર
મંડપ તૂટી પડતા જ ત્યાં આરામ કરી રહેલા યાત્રિકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મંડપ નીચે દબાઈ જવાથી બે પદયાત્રીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. હાજર સેવાભાવી કાર્યકરો અને અન્ય લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક અસરથી લીમડીની આર.આર. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

ભયનો માહોલ
આ ઘટનાને પગલે કેમ્પમાં રોકાયેલા અન્ય પદયાત્રીઓમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્ય યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.