Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Last day to fill forms; Nomination papers filed with drum and drumming and power show

VIDEO: Surendranagarમાં ફોર્મ ભરવાનો અંતિમ દિવસ; ઢોલ-નગારા અને શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્રો ભરાયા

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર નોંધાવવાનો છેલ્લો દિવસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સહિતના અપક્ષ ઉમેદવારો માટે આજે બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ ભરવાની અંતિમ તક હોવાથી વહેલી સવારથી જ કચેરીઓ બહાર સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.

App Store

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને વિવિધ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે આજે સવારથી જ મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઢોલ-નગારાના તાલે અને વિજયના નાદ સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.  સુરેન્દ્રનગર જિલ્લામાં આ ચૂંટણી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 182 તાલુકા પંચાયત 52 મહાનગરપાલિકા 32 જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરવા રાજકીય પક્ષોનો ઘસારો જોવા મળ્યો છે. 

કચેરીઓ પર ભીડને જોતા તંત્ર દ્વારા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિયમો મુજબ, ઉમેદવારી નોંધાવવા માટે કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેથી વહીવટી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય.