Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: Deputy Mamlatdar and Pattawala caught red-handed taking bribe in Lakhtar Mamlatdar office

Surendranagar news: લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રંગે હાથ લાંચ લેતા ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રંગે હાથ લાંચ લેતા ઝડપાયા
સોર્સ : GSTV

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જમીન નોધ પ્રામાણિક કરી આપવાના પણ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. લખતર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે. વાડલા ગામે ખેત જમીનની નોંધ પ્રામાણિક કરી આપવા બાબતે 50 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

App Store

નાયબ મામલતદાર અને પટાવાળો રંગે હાથ ઝડપાયો

નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર અને પટાવાળા તરીકે ફરજ બજાવતા કનકસિંહ ઝાલા લાંચ લેતા ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે ખેત જમીનની નોંધ કરનારે ACBને સમગ્ર બાબતે જાણ કરી હતી. આ મામલે ACBએ છટકું ગોઠવ્યું હતું અને 20,000 ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પટ્ટાવાળાને ઝડપી પાડ્યા હતા.