Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Illegal gas cylinder godown busted

Surendranagarમાંથી ગેરકાયદેસર ગેસ સીલિન્ડરનું ગોડાઉન ઝડપાયું, LPG ગેસના સિલિન્ડર સહિત ગોડાઉન જપ્ત

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagarમાંથી ગેરકાયદેસર ગેસ સીલિન્ડરનું ગોડાઉન ઝડપાયું, LPG ગેસના સિલિન્ડર સહિત ગોડાઉન જપ્ત

Surendranagar News: ગુજરાતભરમાંથી ઠેક ઠેકાણેથી ગેકાયદેસર કામ કરનારા લોકો ઝડપાય છે. એવામાં સુરેન્દ્રનગરના થાનમાંથી ગેરકાયદેસર ગેસ સીલિન્ડરનું ગોડાઉન ઝડપાયું છે. પ્રાંત અધિકારી સહિત ટીમે દરોડા પાડ્યા અને  LPG ગેસના સિલિન્ડર સહિત ગોડાઉન જપ્ત કરવામાં આવ્યું છે. 100થી વધુ સિલિન્ડરો ગોડાઉનમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. 6.63 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

App Store

સુરેન્દ્રનગરમાં હવે ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના ગોડાઉન ખુલવા લાગ્યા છે. મળતી વિગતો અનુસાર, ગેસ ગોડાઉન પરથી ગેરકાયદેસર LPG ગેસ સિલિન્ડરનું વિતરણ પણ કરવામાં આવતું હોવાનો તપાસમાં ધડાકો થયો છે. તેમજ સંચાલકો પાસે લાઇસન્સ પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તાત્કાલિક ગોડાઉન સિલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.