Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 'Development' washed away in Surendranagar! The MLA inaugurated the road 15 days ago, Rs. The whole road of 3 crore sat!

VIDEO: સુરેન્દ્રનગરમાં 'વિકાસ' ધોવાયો! ધારાસભ્યે જે રોડનું ૧૫ દિવસ પહેલા લોકાર્પણ કર્યું, એ રૂ. ૩ કરોડનો આખો રસ્તો બેસી ગયો

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાંથી સરકારી કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારના પુરાવા આપતો કિસ્સો સામે આવ્યો છે. પાટડીના પીપળી ગામે અંદાજે રૂપિયા ૩ કરોડના જંગી ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડનું લોકાર્પણ હજુ માત્ર ૧૫ દિવસ પહેલા જ સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું હતું.પરંતુ માત્ર બે જ સપ્તાહમાં આ નવોનકોર રોડ બિસ્માર બનીને બેસી ગયો છે, જેનાથી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. અત્યંત નબળી ગુણવત્તાની કામગીરીને કારણે આખો રોડ તૂટી જતાં વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રોડ બનાવનારી કોન્ટ્રાક્ટર એજન્સી સામે તાત્કાલિક કડક કાનૂની પગલાં ભરવામાં આવે અને આ રસ્તો ફરીથી નવો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

App Store