Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Demand for purchase of B grade cotton at CCI center in Sayla

Surendranagar: સાયલાના સીસીઆઇ કેન્દ્રમાં બી ગ્રેડના કપાસની ખરીદીની માંગ

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સાયલાના સી.સી.આઈ. ખરીદી કેન્દ્રમાં બી ગ્રેડના કપાસની ખરીદી કરવાની ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે મોટાભાગના ખેડૂતોનો કપાસ બી ગ્રેડની ગુણવત્તાનો થયો છે, જ્યારે હાલમાં સી.સી.આઈ. દ્વારા માત્ર એ ગ્રેડ કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. અધિકારીઓ કપાસ રિજેક્ટ કરતા હોવાથી ખેડૂતોને સસ્તા ભાવે વેપારીઓને વેચવા મજબૂર થવું પડી રહ્યું છે. ખરીદી કેન્દ્ર દૂર હોવાથી વાહન ભાડાનો વધારાનો બોજ પણ ખેડૂતો પર આવી રહ્યો છે. વધુમાં, ખરીદી કેન્દ્ર પર એપીએમસીના જવાબદારની ગેરહાજરીથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

App Store