Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Chemical Theft Busted on Surendranagar Highway: Rs 45.29 Lakh Issue Seized, Questions Against Role of Local Police and LCB!

VIDEO: સુરેન્દ્રનગર હાઈવે પર કેમિકલ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ: 45.29 લાખનો મુદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલીસ અને LCBની ભૂમિકા સામે સવાલો!

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ધમધમી રહેલા ગેરકાયદેસર કેમિકલ ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. રેન્જ આઈજી (IG)ની સ્ક્વૉડે કટારીયા ગામની સીમમાં અચાનક દરોડા પાડીને ટેન્કરોમાંથી મોટા પાયે થતી કેમિકલ ચોરીના આ નેટવર્કને ઝડપી પાડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાળા કારોબારને પગલે સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB)ની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store

મળતી વિગતો અનુસાર, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર કટારીયા ગામની સીમમાં આવેલી 'યુપી-બિહાર હોટલ'ના પાર્કિંગમાં આ ગેરકાયદે કાળો કારોબાર ચાલી રહ્યો હતો. અહીંથી પસાર થતાં કેમિકલ ભરેલા મોટા ટેન્કરો હોટલના પાર્કિંગમાં ઊભા રખાતા હતા અને ત્યારબાદ ટેન્કર માલિક કે કંપનીની જાણ બહાર તેમાંથી કિંમતી કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. આ ચોરી કરેલું કેમિકલ ઊંચા ભાવે અન્ય વેપારીઓને બારોબાર વેચી દેવાતું હોવાની ચોક્કસ બાતમી રેન્જ આઈજીની ટીમને મળી હતી.

બાતમીના આધારે રેન્જની ટીમે છાપો મારી સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. 45.29 લાખનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 2 આરોપીઓની અટકાયત કરી છે.

આ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં માજીદ અલી (રહે. ઉત્તર પ્રદેશ),  સાહિલ મુલતાની (રહે. સુરેન્દ્રનગર),  ઈકબાલ ખાન, જયરાજસિંહ રાઠોડ (રહે. ચુડા),  જયવીર કાઠી. 

હાઈવે પર આટલા મોટા પાયે ચોરીનું નેટવર્ક ધમધમતું હોવા છતાં સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને તેની ગંધ પણ ન આવી, જેના કારણે સ્થાનિક પોલીસ તંત્રની શંકાસ્પદ ભૂમિકા ચર્ચાનો વિષય બની છે. હાલ આ સમગ્ર મામલાની આગળની તપાસ સ્થાનિક પોલીસને સોંપીને ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.