Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Custodial death in Surendranagar Sub-jail: Murder case accused dies under suspicious circumstances.

VIDEO: સુરેન્દ્રનગર સબજેલમાં કસ્ટડીયલ ડેથ: હત્યા કેસના આરોપીનું શંકાસ્પદ સંજોગોમાં નીપજ્યું મોત

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર સબજેલમાંથી એક ચોંકાવનારી કસ્ટડીયલ ડેથની ઘટના સામે આવી છે. હત્યાના કેસમાં વચગાળાના આરોપી તરીકે સબજેલમાં બંધ સુરેશ સાકરીયા નામના કેદીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. ઘટના બાદ મૃતદેહને પીએમ અર્થે સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કેદીના શંકાસ્પદ મોતને પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની સાથે ભારે આક્રોશ ફેલાયો છે. પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો છે કે જેલની અંદર સુરેશને મારી નાખવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર અને પી.આઈ. સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, પરંતુ જેલમાં થયેલા આ શંકાસ્પદ મોતને કારણે સ્થાનિકોમાં અને જેલ તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.

App Store