VIDEO: સુરેન્દ્રનગરમાં પોલીસ પરમિશન વગરના વઢવાણ લોકમેળાનું મંત્રીઓની ગેરહાજરીમાં ડેપ્યુટી મેયરે કર્યું લોકાર્પણ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પોલીસ તંત્ર દ્વારા જરૂરી પરમિશન આપવામાં ન આવી હોવા છતાં લોકમેળાનું લોકાર્પણ કરી દેવાતાં મોટો વિવાદ સર્જાયો છે. મંજૂરી વગર શરૂ કરાયેલા આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી દર્શના વાઘેલા, નાયબ દંડક જગદીશ મકવાણા અને મેયર રાકેશ રાઠોડ જેવા અગ્રણી નેતાઓ ગેરહાજર રહ્યા હતા. તમામ મુખ્ય મહાનુભાવોની અનુપસ્થિતિ વચ્ચે માત્ર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જ મેળો ખુલ્લો મૂકી દીધો હતો. સુરક્ષાના નિયમોને નેવે મૂકીને નેતાઓ દ્વારા મંજૂરી વિનાના મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચા જાગી છે. પ્રજાની સુરક્ષા સામે સવાલો ઊભા કરી ગેરકાયદે રીતે મેળો શરૂ કરાતાં તંત્ર અને સ્થાનિક નેતાઓની કામગીરી સામે ભારે વિરોધ વ્યાપ્યો છે.

