VIDEO: સુરેન્દ્રનગરમાં આપમાં આંતરિક વિવાદ વકર્યો, હોદ્દાઓની ખેંચતાણ વચ્ચે નેતાઓ ભૂગર્ભમાં ઉતર્યા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પક્ષમાં હોદ્દાઓને લઈને અંદરોઅંદર ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આંતરિક ફાટા પડતાં જ પ્રદેશ કક્ષાના નેતાઓ અને સ્થાનિક આગેવાનો પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. શહેરના સક્રિય કાર્યકરો અને પ્રદેશ હોદ્દેદારો સાથેનો સંપર્ક તૂટી જતાં પક્ષમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આંતરિક અસંતોષને પગલે આગામી ટૂંક સમયમાં જ આપના અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો રાજીનામા ધરી દે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.

