VIDEO: સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શનધારકોએ નાયબ દંડકને રાખડી બાંધી અનોખો વિરોધ નોંધાવ્યો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં નિવૃત્ત પેન્શનધારકો દ્વારા પોતાની પડતર માગણીઓને લઈને અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. પેન્શનધારકોએ રાજ્ય સરકારના નાયબ દંડકને રાખડી બાંધીને પોતાની રજૂઆત પહોંચાડી હતી. કેન્દ્ર સરકારની જેમ જ ગુજરાત સરકાર પણ નિવૃત્ત પેન્શનધારકોના અવસાન બાદ તેમની અપરણિત, વિધવા, ત્યક્તા અને છૂટાછેડા લીધેલી દીકરીઓને પેન્શનનો લાભ આપે તેવી માગણી કરવામાં આવી છે. હાલમાં રાજ્ય સરકારમાં આવી અંદાજે 560 જેટલી ફાઈલો નિર્ણય વગર અટવાયેલી પડી હોવાથી મૃતક પેન્શનધારકોના પરિવારો યોજનાના લાભથી વંચિત રહ્યા છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય કરે તેવી જોરદાર અપીલ કરવામાં આવી છે.

