VIDEO: સુરેન્દ્રનગરમાં નોકરીના નામે ઠગાઈના કેસમાં તપાસ તેજ
સુરેન્દ્રનગરમાં નોકરીની લાલચ આપીને ઠગાઈ આચરનાર મુખ્ય આરોપી મેહુલ શાહને વધુ તપાસ માટે અમદાવાદ લઇ જવાયો છે. તલાટીની નોકરી અને મહેસૂલ વિભાગના ડાયરેક્ટર હોવાની ઓળખ આપીને 50થી વધુ શિક્ષિત વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરનાર કૌભાંડમાં હાલ તપાસ ચાલી રહી છે. આ મામલે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડુપ્લીકેટ ઓર્ડર આપવાના કૌભાંડમાં મેહુલ શાહ માત્ર એક ચહેરો છે અને તેની પાછળ કોઈ મોટો રાજકીય હાથ હોઈ શકે છે. આ કૌભાંડના તાર વાંકાનેરના ભાજપ મહિલા આગેવાન જીગીસા મેયર અને સમીર નામના શખ્સ સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે, જે હાલ ભૂગર્ભમાં છે. ખાસ કરીને જીગીસા મેયર મંત્રી કુંવરજી બાવળિયાના ગ્રુપના નજીકના હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે તપાસનો રેલો મંત્રીની ઓફિસ સુધી પહોંચવાની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

