VIDEO: સુરેન્દ્રનગરમાં ચોમાસા વચ્ચે ટાઉનશીપોમાં ૪૫ દિવસથી પાણી ન મળતા રહીશોમાં ભારે રોષ
સોર્સ : gstv
ચોમાસાની ઋતુ હોવા છતાં સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. રાજકોટ બાયપાસ રોડ પર આવેલી પવિત્ર ટાઉનશીપ અને વિહાના પાર્ક સહિતની ૩ જેટલી સોસાયટીઓમાં છેલ્લા ૪૫ દિવસથી મહાનગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું નથી. પાણી ન આવતા ૧૦૦થી વધુ મકાનધારકો ટેન્કર મારફતે વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. આ વિસ્તાર કોઈપણ વોર્ડમાં સામેલ ન હોવાથી સ્થાનિકોને અન્ય પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડી રહ્યું છે. પીવાના પાણીની વિકટ સમસ્યાથી કંટાળીને આખરે સ્થાનિક રહીશોએ સુરેન્દ્રનગરના મેયરને રૂબરૂ મળીને વહેલી તકે સમસ્યા ઉકેલવા ઉગ્ર રજૂઆત કરી છે.

