VIDEO: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કતલખાના સામે જૈન સંગઠનો અને કરણીસેના સહિતના 20થી વધુ સંગઠનો દ્વારા વિરોધ રેલી યોજી કલેક્ટરને કરાઈ રજૂઆત
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર કતલખાનાઓ સામે રોષે ભરાયેલા વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દસ હજારથી વધુ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એકસોથી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર ખાતે એક પણ કતલખાનાને સત્તાવાર મંજૂરી ન હોવા છતાં રોજ હજારો પશુઓના જીવ લેવાઈ રહ્યા છે. આ ગંભીર મુદ્દે જૈન સંગઠનો, કરણીસેના સહિતના વીસથી વધુ સામાજિક સંગઠનો એકઠા થઈને ભવ્ય રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક રજૂઆત કરી હતી. આગામી સમયમાં જો આ ગેરકાયદેસર કતલખાનાઓ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આ સંગઠનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

