VIDEO: સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાનું વ્યાજવટાવનું લાઈસન્સ રદ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાના વ્યાજવટાવના લાઈસન્સ રદ થવા બાબતે મોટો ખુલાસો સામે આવ્યો છે. નાણાં ધિરાણનું લાઈસન્સ દર પાંચ વર્ષે રિન્યુ કરાવવાનું હોય છે, પરંતુ રાજુ કરપડાએ લાઈસન્સ મેળવ્યા બાદ તેનો ઉપયોગ પણ ન કર્યો અને તેને સમયસર રિન્યુ પણ ન કરાવ્યું. આ નિયમભંગને કારણે અંતે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તેમનું લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લામાં નિયમોનું પાલન ન કરનારા અન્ય ૭૯ લાઈસન્સ ધારકો સામે પણ કડક કાર્યવાહી કરીને તેમના નાણાં ધીરવાના લાઈસન્સ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી વ્યાજવટાવના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

