VIDEO: સાયલા-ચોટીલા હાઈવે પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
સાયલા-ચોટીલા હાઈવે પર ઢેઢુકી નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કલોલનું દંપતી ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે પાછળથી આવતા બાઈકે તેમને ઠોકર મારી હતી. ત્રિપલ સવારી બાઈક ચાલકને અન્ય અજાણ્યા વાહને ટક્કર મારી હોવાના આરોપ વચ્ચે સાયલા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.

