Chotila news: રેશમિયા ગામમાં મધમાખીનો કહેર, હુમલાથી બચવા તળાવમાં કૂદકો મારનાર આધેડનું ડૂબી જવાથી મોત

Chotila news: સુરેન્દ્રનગર જિલ્લામાં મધમાખીનો આંતક સતત વધતો જઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જે ખેતરો આવેલા છે ત્યાં જીરુ ઉપાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને અન્ય પાકો પણ ઉપાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આ પાકોમાં જે મધ હોય તે રસ્તા ઉપર આવી રહ્યું છે અને મધમાખીનો ઝુંડ વાહન ચાલકો અને સ્થાનિક લોકો ઉપર હુમલો કરતા હોય તે પ્રકારની ઘટનાઓમાં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના રેશમિયા ગામે મધમાખીનો કહેર સામે આવ્યો છે.
બચવા માટે માર્યો કૂદકો પણ કાળ ભેટી ગયો
રેશમિયા ગામે રામભાઈ નામના આધેડ ઉપર મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે મધમાખીના ઝુંડ થી બચવા માટે રામભાઈ દ્વારા તળાવમાં કૂદકો મારવામાં આવ્યો હતો જેને લઇને રામ ભાઈને ઝેરી અસર થતા તે પાણીમાં ડૂબી ગયા હતા અને તેમનું મોત નીપજવા પામ્યું હતું..
પોલીસ અને તરવૈયાઓની કામગીરી
જોકે આ મુદ્દે તાત્કાલિક દરવયાઓની ટીમ અને પોલીસની વિભાગની ટીમો ત્યાં દોડી ગઈ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી અને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પરિવારને પણ જાણ કરવામાં આવી હતી રામભાઈ પોતે ત્રમ્બોડા ગામના હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ મુદ્દે ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
પરંતુ રામભાઈના મોત બાદ પરિવાર ઉપર પણ આભ ફાટી પડ્યું છે મધમાખી હુમલો કર્યા બાદ તેની થેલી અસર થઈ હતી અને ત્યારબાદ તેમને તળાવમાં કુદકો માર્યા બાદ તેમનું મોત નીપજતા પરિવાર પણ શોકમાં ફેરવાઈ જવા પામ્યો છે ત્યારે આ મામલે વધુ તપાસ પોલીસે પણ ગુનો દાખલ કરી અને શરૂ કરી છે.

