Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : ACB raids Dasada police station,Policeman caught taking bribe of Rs 80,000

VIDEO: Surendranagar / દસાડા પોલીસ મથકમાં ACBનો સપાટો; આરોપીને 'માર નહીં મારવા' માટે 80 હજારની લાંચ લેતો પોલીસકર્મી ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવતા સમગ્ર પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં માર નહીં મારવાના બદલામાં 80,000  રૂપિયાની લાંચ માંગનાર પોલીસકર્મીને અમદાવાદ એસીબીની ટીમે ઝડપી લીધો છે. 

App Store

મળતી માહિતી મુજબ, એક ગુનાના કામે પકડાયેલા શખ્સને પોલીસ કસ્ટડી દરમિયાન માર ન મારવા અને હેરાન ન કરવા માટે દસાડા પોલીસ મથકના પોલીસકર્મીઓ દ્વારા નાણાંની માંગણી કરવામાં આવી હતી. આ સોદો 80,000 રૂપિયામાં નક્કી થયો હતો. જે અંગેની જાણ એસીબીને થતા અમદાવાદ એસીબીની ટીમે ભરત મેમકીયા નામના પોલીસકર્મીને ઝડપી લીધો હતો. એસીબીએ તાત્કાલિક તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ મામલે દસાડા ઇન્ચાર્જ પી.આઈ અને પોલીસકર્મી અને વહીવટદાર તરીકેની છાપ ધરાવતો વિજયસિંહ નકુમ સહિતના અધિકારીઓ સામે પણ તપાસના સંકેત મળ્યા છે. ACB સુરેન્દ્રનગર અને અમદાવાદની ટીમોએ આ મામલે તપાસ શરૂ કરી છે.