VIDEO: Surendranagar / ચોટીલામાં AAPનું ડેમેજ કંટ્રોલ; ઈસુદાન ગઢવીએ સ્થાનિક ઉમેદવારો સાથે યોજી બેઠક
સોર્સ : GSTV
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. અગાઉ રાજુ કરપડાએ પક્ષ છોડતા જે નુકસાનની ભીતિ હતી, તેને રોકવા માટે ઈસુદાન ગઢવીએ જાતે મોરચો સંભાળ્યો છે.
આપ છોડનારા રાજુ કરપડાના ગઢ ગણાતા સુરેન્દ્રનગરના ચોટીલામાં આમ આદમી પાર્ટીને નુકસાન ન થાય તે માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ચોટીલા પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપ પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારો સાથે મુલાકાત કરી અને ચામુંડા માતાના દર્શન કર્યા હતા. તેમણે સ્થાનિક આપ નેતાઓ અને ઉમેદવારો સાથે આગામી રણનીતિ પર પણ ચર્ચા કરી. સાથે જ આમ આદમી પાર્ટીએ સામાન્ય માણસોને ઉમેદવાર બનાવ્યા હોવાનું કહીને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો.

