Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 30-day wait to get gas, commercial supply halted for 9 days

VIDEO: Surendranagarમાં ગેસની ભારે અછત; ગેસ મેળવવા માટે 30 દિવસનું વેઈટિંગ, 9 દિવસથી કોમર્શિયલ સપ્લાય ઠપ્પ

Timeછેલ્લું અપડેટ : 12 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણગેસ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસના પુરવઠામાં અનિયમિતતાને કારણે ગૃહિણીઓથી લઈને ધંધાદારીઓ સુધીના તમામ વર્ગો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે ગેસ મેળવવા માટે ગ્રાહકોને 30 દિવસ સુધીની લાંબી રાહ જોવી પડી રહી છે.

App Store

ગેસ ડેપો પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી રહી છે. છેલ્લા 9 દિવસથી કોમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ફાળવાયો નથી, જેના કારણે રેસ્ટોરન્ટ સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઉદ્ભવેલી ગેસની કટોકટીને પગલે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય સ્થગિત કરી દેવામાં આવતા ગુજરાતના ફૂડ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન (NRAI) અને ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, પાઈપલાઈન ધરાવતી મોટી રેસ્ટોરન્ટ્સ સુરક્ષિત છે, પરંતુ સિલિન્ડર પર નિર્ભર એવા 30% જેટલા નાના એકમો, ક્લાઉડ કિચન, લારી-ગલ્લા અને કેટરિંગ ઉદ્યોગ માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બન્યું છે.