મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કારની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર, ભીષણ અકસ્માતમાં 3ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભીષણ અકસ્માત સુરે

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કારની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર, ભીષણ અકસ્માતમાં 3ના મોત, 4 ગંભીર રીતે ઘાયલ

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ભીષણ અકસ્માત સુરેન્દ્ર નગર હાઈવે પર થયો છે.ધ્રાંગધ્રાં માલવણ હાઈવે પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.

માલવણ પાસે હાઈવે પર હરિપર બ્રિજ નજીક અકસ્માત સર્જાયો

જ્યારે 4 લોકોને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે..માલવણ પાસે હાઈવે પર હરિપર બ્રિજ નજીક ઈકો કાર ટ્રકના પાછળના ભાગે  અથડાતા ઘટના બની હતી.પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માતની ઘટના મામલે તપાસ શરૂ કરી.

આ સમાચાર શેર કરો