VIDEO: સુરેન્દ્રનગર ૧૦ વર્ષથી બીપીએલ કાર્ડની કામગીરી બંધ લાભાર્થીઓ પરેશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક દાયકાથી નવા બીપીએલ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ હોવ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક દાયકાથી નવા બીપીએલ કાર્ડ કાઢવાની કામગીરી ઠપ્પ હોવાથી સામાન્ય નાગરિકો, ખાસ કરીને વૃદ્ધો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીપીએલ કાર્ડના અભાવે હજારો જરૂરિયાતમંદ પરિવારો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહ્યા છે.વૃદ્ધ પેન્શન યોજના હોય કે વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ, બીપીએલ કાર્ડ અનિવાર્ય હોવાથી લોકો છેલ્લા ૧૦ વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત, આવાસ યોજના, મફત પ્લોટ અને આરટીઇ હેઠળ મળતી ૨૫% અનામત જેવી મહત્વની સુવિધાઓનો લાભ પણ સુરેન્દ્રનગરવાસીઓને મળી રહ્યો નથી. હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે બીપીએલ કાર્ડની કામગીરી ફરી શરૂ કરવાની માંગ કરી છે. સરકાર યોજનાઓ તો જાહેર કરે છે, પરંતુ કાર્ડ વિના તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો નથી. તંત્ર દ્વારા આ બાબતે શું કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે?




