VIDEO: Suratમાં રેલી સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, પારંપારિક સંસ્કૃતિના કરાવ્યા દર્શન
સોર્સ : GSTV
વિશ્વભરમાં દર વર્ષે 9 ઓગસ્ટે ઉજવાતા વિશ્વ આદિવાસી દિવસના અવસર પર સુરતમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ટાઈગર સેના ગુજરાત દ્વારા આયોજિત આ રેલીમાં આદિવાસી સમાજની જૂની પરંપરા અને સંસ્કૃતિને જીવંત રજૂ કરવામાં આવી હતી. આ રેલીનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી અવગત કરાવવાનો હતો. રેલીમાં આદિવાસી હથિયાર, પરંપરાગત વસ્ત્રો અને લોકનૃત્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ રેલીને શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક નિહાળી. રેલીને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.

