Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Woman DCP's late night bike patrolling in Surat creates ruckus among goons

Suratમાં લેડી સિંઘમનું મધરાતે રૌદ્ર સ્વરૂપ, મહિલા DCPના મોડી રાત્રે બાઈક પેટ્રોલિંગથી ગુંડાઓમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 23 May 2026
લાઇવ ટીવીGoogle News
Suratમાં લેડી સિંઘમનું મધરાતે રૌદ્ર સ્વરૂપ, મહિલા DCPના મોડી રાત્રે બાઈક પેટ્રોલિંગથી ગુંડાઓમાં ફફડાટ
સોર્સ : gstv

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લિંબાયત અને ઉધના વિસ્તારમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓના બનાવોમાં વધારો નોંધાતા પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનાખોરી અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે ડીસીપી કાનન દેસાઈએ સ્ટાફ સાથે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ખાસ વાત એ રહી કે, ડીસીપી કાનન દેસાઈ પોતે પોલીસ સ્ટાફ સાથે બાઈક પર બેસીને લિંબાયત અને ઉધનાની સાંકળી ગલીઓમાં સઘન તપાસ કરતાં ફર્યા હતા. જ્યાં પોલીસના મોટા વાહનો પહોંચી શકતા નથી, ત્યાં બાઈક મારફતે ગલીએ-ગલીએ જઈ ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

App Store

સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે અલગ-અલગ વિસ્તારોમાં અડ્ડો જમાવી બેઠેલા અસામાજિક તત્વોમાં પોલીસને જોઈ નાસભાગ મચી ગઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા અનેક લોકોને પોલીસે ડિટેઇન કરીને પૂછપરછ પણ હાથ ધરી હતી.પોલીસની આ અચાનક કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. 

ખાસ કરીને પહેલી વખત મહિલા ડીસીપી દ્વારા મધરાતે બાઈક પર બેસીને ગલીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવતા સમગ્ર ઓપરેશન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.