Video: સુરતના જહાંગીરપુરામાં બાળકી પરથી વેનનું પૈડું ફરી વળ્યું, અદ્ભુત બચાવ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સુમન વંદન પી-2 સોસાયટી પાસે એક ભયાનક ઘટના બની. જે માતા-પિતા માટે ચોંકાવનારી છે. એક નાની બાળકી, અચાનક ચાલતા-ચાલતા રસ્તા પર ઉભેલી સ્કૂલ વાન નીચે આવી ગઈ હતી. પણ ચમત્કારિક રીતે તેનો બચાવ થયો હતો.
ઘટનાની વિગતો અનુસાર, અચાનક બાળકી ચાલતા ચાલતા સ્કૂલ વાન આગળ ઉભી રહી ગઈ હતી. સ્કૂલ વાન ચાલકનું ધ્યાન બાળકી પર ગયું ન હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો છે. બાળકી પરથી વાનનું પૈડું ફરી વળ્યું હતું. પરંતુ તેનો ચમત્કારિક બચાવ થયો હતો.
સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જે જોઈને બધા આશ્ચર્યચકિત છે. વીડિયોમાં દેખાય છે કે બાળકી કેવી રીતે અણધારી રીતે ઉભી રહી અને વેન તેના ઉપરથી પસાર થઈ. માતા-પિતા માટે આ કિસ્સો ખૂબ જ ડરામણો છે, કારણ કે થોડી જ અલગ હોત તો પરિણામ ભયાનક હોત.

