Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO : Surat: Truck accident and traffic jam on Ring Road Bridge

VIDEO : સુરત: રિંગરોડ બ્રિજ પર ટ્રકનો અકસ્માત અને ટ્રાફિકજામ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના વ્યસ્ત ગણાતા રિંગરોડ બ્રિજ પર વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનોની એન્ટ્રી પર સખત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં, નિયમોને ઘોળીને પી ગયેલા એક ટ્રક ચાલકે બ્રિજ પર વાહન હંકારી દીધું હતું. બ્રિજની શરૂઆતમાં જ ટ્રક ભારે વાહનોને રોકવા માટે લગાવવામાં આવેલા સેફ્ટી એંગલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.  અકસ્માત એટલો જોરદાર હતો કે એંગલ તૂટી ગયું હતું અને ટક્કરના કારણે ટ્રકની ઓઈલ ટેન્ક ફાટતાં સમગ્ર રોડ પર ઓઈલ ઢોળાયું હતું.  ​રોડ પર ઓઈલ પથરાઈ જવાને કારણે અન્ય વાહનો સ્લિપ થવાનો ભય ઊભો થયો છે. આ દુર્ઘટનાને પગલે રિંગરોડ બ્રિજ પર કિલોમીટરો લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. હાલ સ્થાનિક પોલીસ અને તંત્ર કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચીને ઓઈલ સાફ કરવા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી રહી છે.

App Store