VIDEO: સુરતના પર્વત ગામમાં પ્રથમ વરસાદે જ જળબંબાકાર: ઘૂંટણસમા પાણી ભરાતાં નેતાઓ સામે જનતાનો આક્રોશ
સોર્સ : gstv
સુરતના પર્વત ગામ વિસ્તારમાં પ્રથમ જ વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા છે. સ્થાનિક સ્કૂલ નજીક પાણી ભરાઈ જતાં બાળકો અને વાલીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ સ્થિતિને કારણે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોનું કહેવું છે કે ચોમાસામાં નેતાઓ દેખાતા નથી. ચૂંટણી સમયે દેખાતા નેતાઓ આફત સમયે ગાયબ થઈ જાય છે તેવી ફરિયાદો ઉઠી છે. તંત્રની બેદરકારી સામે આક્રોશ વધ્યો છે.

