Video: સુરત મનપાના કર્મચારી સાથે માથાકૂટનો વિડિયો વાયરલ, કર્મચારી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં સુરત મનપાના એક કર્મચારી સાથે અસામાજિક કે નશાની હાલતમાં હોવાના આક્ષેપો મૂકીને જાહેરમાં માથાકૂટ અને ઝપાઝપી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિક સ્તરે અને મહાપાલિકાના વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. જોકે, આ વાયરલ વીડિયોની સત્યતા અને સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત







