Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: More than 20 lakh stolen from a jeweler's shop in Surat, smugglers escape by breaking the roof

VIDEO: સુરતમાં જ્વેલર્સની દુકાનમાં 20 લાખથી વધુની ચોરી, છત તોડી તસ્કરો ફરાર

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત શહેરમાંથી ચોરીની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારના ગીતા નગરમાં આવેલી એક જ્વેલર્સની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી છે. રાત્રિના લગભગ 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ દુકાનની છત તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના દાગીના મળી કુલ 20 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.સવારના સમયે ચોરીની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પાંડેસરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દુકાન અને આસપાસના વિસ્તારોમાં લાગેલા અલગ-અલગ CCTV ફૂટેજ કબજે કરીને તસ્કરોને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

App Store
ટોપિક્સ:suratCHORIstolen