VIDEO: સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી
સોર્સ : gstv
સુરત જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માતા માટે લાંચ લેવા ગયેલા કોલેજિયન પુત્રની ACBની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ખેતીવાડી શાખાના સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલ ટેલરે સહ-કર્મચારીઓના જ પ્રવાસ ભથ્થાં અને એલ.ટી.સી. બિલ પાસ કરવાના બદલામાં 62 હજાર 500 રૂપિયાની લાંચ માંગી હતી. આ અંતર્ગત ૩૦ હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારવા પુત્ર ગયેલો જે હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ACBની ટીમ સમક્ષ આરોપી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

