VIDEO: મેમો ભરવાના બહાને અમદાવાદના નાગરિક સાથે 11 લાખની ઠગાઈ
સોર્સ : GSTV
અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ ઠગાઈનો નવો કીમિયો અજમાવી એક નાગરિકને લાખોનો ચૂનો લગાવ્યો છે. RTO મેમો ભરવાના બહાને ગઠિયાએ ફરિયાદીના મોબાઈલમાં એક શંકાસ્પદ APK ફાઈલ મોકલી હતી. જેવી આ ફાઈલ ઈન્સ્ટોલ કરવામાં આવી કે તરત જ ગઠિયાએ મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી ફોન હેક કરી લીધો હતો. હેકિંગ દ્વારા ગઠિયાએ ફરિયાદીના બેંક ખાતામાંથી 11 લાખ 25 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આ ગંભીર ઘટના અંગે ભોગ બનનાર વ્યક્તિએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણી લિંક કે APK ફાઈલના માધ્યમથી થતી આ પ્રકારની ઠગાઈને પગલે પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અને કોઈપણ અજાણી ફાઈલ ડાઉનલોડ ન કરવા તાકીદ કરી છે.

