Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Udhna police action in international cyber fraud case worth Rs 1550 crore

Surat news: 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસની કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર સહિત વધુ 4 આરોપીઓ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Surat news: 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસની કાર્યવાહી, મુખ્ય સૂત્રધાર સહિત વધુ 4 આરોપીઓ ઝડપાયા
સોર્સ : GSTV

સુરતમાં ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા 1550 કરોડના ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મામલામાં ઉધના પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે અબ્દુલરબ ચામડીયા, અમિત ચોક્સી, ચિરાગ ઉર્ફે ચાર્લી સુતરીયા અને પ્રવિણ ગઢીયાને ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 2.60 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

App Store

તપાસમાં ખુલ્યું છે કે પકડાયેલા આરોપી અબ્દુલરબ ચામડીયા આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. અગાઉ ઉધના પોલીસે આ કેસમાં 15 આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓ યુએસડીટી મારફતે પૈસાનો વ્યવહાર કરતા હતા. જેમાંથી મળતો નફો મુખ્ય આરોપી અબ્દુલરબને આપવામાં આવતો હતો. હાલ સમગ્ર મામલે હાલ તો આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.