VIDEO: બારડોલીમાં નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બહાર કાઢ્યા મૃતદેહ
સોર્સ : GSTV
સુરત જિલ્લાના ઉતારા ગામે વધુ એકવાર મીંઢોળા નદીના પાણીમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા છે. બારડોલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના આશરે 10 જેટલા મિત્રો મીંઢોળા નદીમાં નાહવા માટે ગયા હતા. ઉતારા ગામ પાસે મીંઢોળા નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. બારડોલી ફાયર બ્રિગેડના જવાનોએ બંનેના મૃતદેહોને ભારે જહેમત બાદ નદીમાંથી શોધી બહાર કાઢ્યા હતા. બારડોલી પોલીસે મૃતદેહોનો કબ્જો લઈ તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. મૃતકોમાં હર્ષ પરમાર અને લખુ રામ પ્રજાપતિનો સમાવેશ થાય છે.

