Surat news: SOGએ લાખોની નકલી નોટો સાથે એક શખ્સને ઝડપ્યો, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : GSTV
ગુજરાતના સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે.
એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
મળતા અહેવાલ પ્રમાણે આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.તો બીજી તરફ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ આદરી છે.

