Surat news: પ્રસાદના લાડુમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાનું પૂર્વઆયોજિત કાવતરુ?, પોલીસ તપાસ શરૂ

સોર્સ : gstv
સુરતના ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ગોરધનભાઇ ડોંડાના પરિવારને દરવાજા પર લટકાવેલા ઝેરયુક્ત લાડુનો પ્રસાદ ખવડાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરાયો હતો.
પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી
આ પ્રસાદ ખાતા જ પરિવારના ત્રણ સભ્યોની તબિયત લથડી હતી, જેમને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે.ઘટનાની ગંભીરતા જોતા પોલીસે CCTV ફૂટેજ તપાસ્યા છે, જેમાં પાંચ શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

