Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Son carries father on shoulders as wheelchair not available at Civil Hospital, video goes viral

Surat: સિવિલ હોસ્પિટલમાં વ્હીલચેર ન મળતા પુત્ર પિતાને ખભે ઉંચકીને દોડ્યો, વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. 24 ડિસેમ્બર 2025નો ટ્રોમા સેન્ટર બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મોહન નામનો યુવાન તેના પિતા કિશન પ્રધાનને ખભે ઉંચકીને લઈ જતો દેખાય છે. વ્હીલચેર કે સ્ટ્રેચર જેવી પાયાની સુવિધા ન મળતા અંતે પરિવારે દર્દીને ટીંગાટોળી કરીને લઈ જવાની નોબત આવી હતી.આ ઘટનાને પગલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ આ વીડિયો શેર કરી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ સુરત પાસે હોવા છતાં ગરીબ દર્દીઓની આવી દશા કેમ? દર્દીના પુત્રએ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં કોઈ યોગ્ય જવાબ ન આપતું હોવાથી તેઓ પિતાને અન્ય હોસ્પિટલ લઈ જવા મજબૂર બન્યા હતા.  

App Store