Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Saroli police nab two accused with hybrid ganja worth Rs 78 lakhs from bus

Surat news: બસમાંથી 78 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે આરોપીને સારોલી પોલીસે ઝડપી પાડયા

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: બસમાંથી 78 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે આરોપીને સારોલી પોલીસે ઝડપી પાડયા
સોર્સ : GSTV

Surat news: સુરત શહેરના નિયોલ ચેક પોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમ્યાન એક લક્ઝરી બસમાંથી બે શખ્સો હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે બસમાં મુસાફરના વેશમાં રહેલા આ બે શખ્સો પાસેથી 78 લાખ રૂપિયાનો અઢી કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરી બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

App Store

મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં ઘણા સમયથી  MD ડ્રગ્સ બાદ હવે હાઈબ્રિડ ગાંજો કારોબાર વધ્યો છે. કારણ કે, MD કરતાં પણ ઘાતક અને મોંઘો છે હાઈબ્રિડ ગાંજો. જેથી પોલીસે આ હાઈબ્રિડ ગાંજાની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી પાડવાનું શરૂ કર્યું છે. જેમાં આ બે શખ્સો આબાદ રીતે સકંજામાં આવી ગયા હતા. બે આરોપીને ઝડપી લીધા બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં આ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મુંબઈથી લાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. મુંબઈમાં ગાંજાનો જથ્થો આપનાર ઈમરાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. સુરતમાં વસીમ રફિકને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો જેને આ બંને શખ્સો ગાંજો આપવાના હતા.