Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : reckless Scorpio driver hit and killed 3 women

VIDEO: Surat / બેફામ સ્કોર્પિયો ચાલકે 3 મહિલાઓને અડફેટે લીધી; એકનું કરૂણ મોત, બે ઇજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આઉટર રિંગરોડ પર બેફામ ગતિએ આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે પગપાળા જઈ રહેલી ત્રણ મહિલાઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

App Store

મળતી માહિતી મુજબ, અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ, તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે આવ્યા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન મોડી સાંજે ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા માટે નીકળી હતી.

મહિલાઓ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ત્રણેય મહિલાઓને અડફેટે લીધી હતી. અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયો કાર પણ પલટી મારીને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.  ઘટનાની જાણ થતા જ ઉત્રાણ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર સ્કોર્પિયો કારના ચાલક 19 વર્ષીય રોશન માલવીયાની અટકાયત કરી છે.