VIDEO: Suratમાં ચૂંટણીને લઈ પ્રચારનો માહોલ; કુમાર કાનાણીએ AAP પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું?
સોર્સ : GSTV
સુરત મહાપાલિકાની ચૂંટણીને લઈને પ્રચારના માહોલમાં વિવાદિત નિવેદનનોની શરૂઆત થઈ છે. સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછામાં જાહેર સભામાં આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા બાપના પૈસાથી વિકાસ કરીશ, તેવું નિવેદન આપ્યુ છે. સુરત મહાપાલિકામાં પાટીદાર વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું હતું, તે ભાજપ ભૂલ્યું નથી. 27 બેઠકો પર મળેલી જીત બાદ આ વખતે 'આપ' વધુ આક્રમક છે. તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો છે.
શું કહ્યું કુમાર કાનાણીએ?
કુમાર કાનાણીએ સભા ગજવતા કહ્યું કે, હું લાઈવમાં વિકાસની વાત કરતો હતો ત્યારે એક 'આપ' વાળાએ કીધું કે આ તો પ્રજાના ટેક્સના પૈસા છે. અરે ભાઈ, પ્રજાના જ પૈસા હોય ને! પણ હું એને પૂછવા માંગુ છું કે, ‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસાથી વિકાસ કરીશ?’

