VIDEO: સુરતમાં મેન્ડેટ જમા ન કરાવતા કોંગ્રેસના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ, કોંગી પ્રમુખ પર કર્યા ગંભીર આક્ષેપ
સોર્સ : GSTV
વોર્ડ નંબર 10ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિશાદનું ફોર્મ રદ થતા સુરત કોંગ્રેસમાં ભારે હોબાળો મચી ગયો છે. ઉમેદવારે આ સ્થિતિ માટે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે પ્રમુખે જાણી જોઈને મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ થયું છે. મહિલા ઉમેદવારે આક્ષેપ કર્યો કે વિપુલ ઉધનાવાલા ભાજપ સાથે મળીને વેચાઈ ગયા છે અને પૈસા લઈને આ કાવતરું રચ્યું છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

