VIDEO: Suratને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ, સફાઈ કર્મચારીઓના મોં કરાવાયા મીઠાં
સોર્સ : GSTV
સુરત શહેર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર રહ્યું છે. સતત બીજી વખત સુરત પ્રથમ ક્રમે દેશમાં રહ્યું છે. દેશના રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. શહેરના મેયર દક્ષેશ માવાણી,પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. સુરત સીસીસી ખાતે શહેરના સફાઈ કમર્ચારીઓ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. અહિં સફાઈ કર્મચારીઓના મોં મીઠા કરાવવામાં આવ્યાં હતાં.

