VIDEO: Suratમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર દરોડા, ગ્રાહક સહિત 3 લલના ઝડપાઈ
સોર્સ : GSTV
સુરતમાં ફરી સ્પાની આડમાં કૂટણખાના ચાલુ થઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. વરાછા વિસ્તારમાં પ્લોટ નં.182,183 સ્વામિનારાયણ સોસાયટી વિભાગ-2, પહેલા માળે,પુણા બોમ્બે માર્કેટ રોડ પર દરોડા કરાયા હતાં. રીસ હેર સલૂન એન્ડ વેલનેસ SPAની આડમા ચાલતી ગેરપ્રવૃતિ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. જ્યાંથી સંચાલક અનિતા શ્રીધર જંજીરરાલા, નીતા પાંડુરંગ ચાફલકર સહિત ભોગ બનનાર 3 લલનાઓને ઝડપી લેવામાં આવી હતી. રૂપિયાના બદલામાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગ્રાહક તરિકે આવેલા બીપીન નરેશભાઈ ઠક્કર, જીતેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લઈને તેમની સામે ઇમ્મોરાલ ટ્રાફિક એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.

