Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Pre-monsoon work : Minister Praful Pansheriya conducts inspection

VIDEO/ સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરી તેજ: મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કર્યું ખાડી સફાઈનું જાત નિરીક્ષણ

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. મેયર માયાબેન માવાણી અને મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ વિઝિટ દરમિયાન મંત્રીએ ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ પર ભાર મૂક્યો હતો.ખાડીમાં એમ્ફિબિયસ એક્સકેવેટર મશીન દ્વારા સફાઈ ચાલી રહી છે. મંત્રી પાનશેરીયાએ તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી કે, નાગરિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીમાં કોઈ પણ બાંધછોડ ન થવી જોઈએ. નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા માટે તંત્રને કડક તાકીદ કરવામાં આવી છે.

App Store