Video: સુરતમાં પાર્ક થયેલી કારમાં લાગી આગ, પાણીની ડોલ લઈને દોડ્યા લોકો
સુરતમાં વાહનોમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાઠેના વિસ્તારમાં આવેલા રામદેવનગર સોસાયટીમાં ઇકો ગાડીમાં આગ લાગી ગઈ હતી. પાર્ક થયેલી કારમાં ભયાવહ આગ લાગી જતાં લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા પોતે જ પાણીનો મારો ચલાવી કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો. અંતે સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો હતો. જો કે ત્યાં સુધીમાં આગ બળીને ખાક થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
આ પણ વાંચોઃ હવે, બોગસ મહિલા ડોક્ટર ઝડપાયા, સુરતમાં અસલી ડોક્ટરે જ નકલીનું ભોપાળું ખોલ્યું

